Get App

બજારમાં અત્યારે ઘટાડા માટેના કોઈ ફંડામેન્ટલ સંકેત નથી: દેવેન ચોક્સી

દેવેન ચોક્સીના મતે HDFC બેન્ક મર્જર બાદના પડકારો સામે ઝઝૂમી રહી છે. HDFC બેન્કમાં આ ઘટાડે ખરીદી કરી શકાય છે. ઓટો એન્સિલરીમાં હાલમાં રોકાણ કરી શકાય છે. સારા રિટેલ લેન્ડિંગ ધરાવતી બેન્ક-NBFCમાં રોકાણ કરી શકાય.

MoneyControl Newsઅપડેટેડ Feb 26, 2024 પર 3:15 PM
બજારમાં અત્યારે ઘટાડા માટેના કોઈ ફંડામેન્ટલ સંકેત નથી: દેવેન ચોક્સીબજારમાં અત્યારે ઘટાડા માટેના કોઈ ફંડામેન્ટલ સંકેત નથી: દેવેન ચોક્સી
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું DR ચોક્સી ફિનસર્વના દેવેન ચોક્સી પાસેથી.

દેવેન ચોક્સીનું કહેવુ છે કે વધુ ભારણ ધરાવતા સ્ટોક્સમાં આજે ઘટાડો આવ્યો છે. પરિણામ બાદ રોકાણકારો પોર્ટફોલિયોમાં પરિવર્તન લાવી રહ્યા છે. બજારમાં અત્યારે ઘટાડા માટેના કોઈ ફંડામેન્ટલ સંકેત નથી. મેટલ આધારીત કંપનીઓમાં કરેક્શન આવવાનું શરૂ થયું છે. ટાટા સ્ટીલ જેવા સ્ટોકમાં ઘટાડો આવે તો ખરીદી કરી શકાય.

દેવેન ચોક્સીના મતે HDFC બેન્ક મર્જર બાદના પડકારો સામે ઝઝૂમી રહી છે. HDFC બેન્કમાં આ ઘટાડે ખરીદી કરી શકાય છે. ઓટો એન્સિલરીમાં હાલમાં રોકાણ કરી શકાય છે. સારા રિટેલ લેન્ડિંગ ધરાવતી બેન્ક-NBFCમાં રોકાણ કરી શકાય. રેલવે, ડિફેન્સ જેવા સેક્ટરમાં સારા સ્ટોકમાં રોકાણ કરી શકાય.

બધા સમાચાર

+ વધુુ વાંચો