Get App

બજારમાં હાલ કોઇ ઘટાડો આવવાની શકયતા ઓછી, બેન્કિંગ અને ફાઇનાન્શિયલમાં ગ્રોથની સારી તક- દેવેન ચોક્સી

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું DR ચોક્સી ફિનસર્વના દેવેન ચોક્સી પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Dec 11, 2023 પર 1:51 PM
બજારમાં હાલ કોઇ ઘટાડો આવવાની શકયતા ઓછી, બેન્કિંગ અને ફાઇનાન્શિયલમાં ગ્રોથની સારી તક- દેવેન ચોક્સીબજારમાં હાલ કોઇ ઘટાડો આવવાની શકયતા ઓછી, બેન્કિંગ અને ફાઇનાન્શિયલમાં ગ્રોથની સારી તક- દેવેન ચોક્સી
દેવેન ચોક્સીનું કહેવુ છે કે આવનારા 5-6 મહિના માટે બજાર વાઇબ્રન્ટ જ રહેશે. બજારમાં બધા પરિબળો પોઝિટિવ હોય ત્યારે દિશા તેજી તરફી જ રહે.

દેવેન ચોક્સીનું કહેવુ છે કે બજારમાં ઇક્વિટી ઇનફ્લો ઘણો રહ્યો. વિદેશી રોકાણકારો તરફથી પણ સારૂ રોકાણ આવી રહ્યું છે. આવનારા 5-6 મહિના માટે બજાર વાઇબ્રન્ટ જ રહેશે. બજારમાં બધા પરિબળો પોઝિટિવ હોય ત્યારે દિશા તેજી તરફી જ રહે.

દેવેન ચોક્સીના મતે અમૂક કરેક્શન આવશે પરંતુ ઘટાડે રોકાણ કરવાની સલાહ આપી છે. બજારમાં હાલ કોઇ ઘટાડો આવવાની શકયતા ઓછી છે. કન્ઝમ્પ્શન સેક્ટરની કંપનીઓમાં રોકાણ કરવાની સલાહ આપી છે. સરકાર ઇન્ફ્રા પર કેટલું ફંડ રાખે છે તેના પર ખાસ નજર રહેશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો