કોવિડ મહામારીને કારણે મોંઘવારી વિશ્વ માટે મોટો પડકાર બની ગયો છે. વધતા જતા ફુગાવાની વચ્ચે, જો તમે સારા વળતર સાથે રોકાણના ઓપ્શન પણ શોધી રહ્યા છો, જેમાં તમને વધુ વ્યાજ દરો મળે છે અને તમારી કમાણી વધુ સારી છે, તો ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ તમારા માટે વધુ સારો ઓપ્શન બની શકે છે. ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ હાઇ ક્વોલિટીની પેપર સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે, જ્યારે ફંડ ઓછા જોખમ સાથે હાઇ-લિક્વિડિટીનો બેનિફિટ પણ આપે છે. આ ફંડ વિશે વિગતવાર વાત કરતાં પીબી ઇન્વેસ્ટમેન્ટ્સના પૂજા ભીંડેએ જણાવ્યું હતું કે ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સ પેસિવ ડેટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે. TMF ના પોર્ટફોલિયોમાં એવા બોન્ડ્સનો સમાવેશ થાય છે જે નિર્દિષ્ટ મેચ્યોરિટી તારીખો સાથે અંતર્ગત બોન્ડ ઇન્ડેક્સનો ભાગ છે. આ ફંડ એક્સચેન્જ ટ્રેડેડ અથવા ઈન્ડેક્સ ફંડ હોઈ શકે છે. સેબીના નિયમો અનુસાર જ તેમાં રોકાણ કરવામાં આવે છે.