Lok Sabha Election 2024: જેમ જેમ લોકસભાની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી જીતવાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. આ સંદર્ભમાં, કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)એ ચૂંટણી ઢંઢેરા માટે દેશભરના લગભગ એક કરોડ લોકો પાસેથી સૂચનો મેળવવા માટે એક મેગા અભિયાન શરૂ કર્યું છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ સોમવારે પાર્ટીના આ રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત કરી હતી અને 'વિકસિત ભારત-મોદીની ગેરંટી' ના નારા સાથે 25 વિડિયો રથને ફ્લેગ ઓફ કર્યું હતું.