પરિસ્થિતિને જોતા ગુજરાત કોંગ્રેસની ગાંધીનગર ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કોંગ્રેસના બંને ઉમેદવારની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ બેઠક બાદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, ભાજપાએ અમારા ધારાસભ્યોને ભ્રષ્ટાચાર કરી કાળાનાણાના જોરે ખરીદી લીધા છે. અમારા ધારાસભ્યો પણ લાલચ રાખી પાર્ટી અને પ્રજા સાથે દગો કર્યો છે. જે પ્રજાએ તેમને કોંગ્રેસના સિમ્બોલ પર ધારાસભ્ય બનાવ્યા તેમના સાથે તેમણે દગો કર્યો છે.