Get App

કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ આપ્યુ રાજીનામું

કોંગ્રેસના ડાંગના ધારાસભ્ય મંગળ ગાંવિતે ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 17, 2020 પર 11:26 AM
કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ આપ્યુ રાજીનામુંકોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ આપ્યુ રાજીનામું

કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપતા છેલ્લા બે દિવસમાં કોંગ્રેસ છોડનારા ધારાસભ્યોની સંખ્યા પાંચ પર પહોંચી ગઇ છે. બે દિવસથી સંપર્ક વિહોણા થયેલા ડાંગના ધારાસભ્ય મંગળ ગાંવિતે ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. જેના પગલે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. આ સાથે જ વિધાનસભામાં કોંગ્રેસના સભ્યોની સંખ્યા 68 થઇ છે.

આ પહેલા લીંબડીના ધારાસભ્ય સોમા પટેલ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારૂ અને ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.

બધા સમાચાર

+ વધુુ વાંચો