Get App

Assembly Election Results: ‘ચિપવાળું કોઈપણ મશીન થઈ શકે છે હેક’, MPમાં હાર બાદ કોંગ્રેસ નેતા દિગ્વિજયે EVM પર ઉઠાવ્યા સવાલ

Assembly Election Results: મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ EVM પર સવાલ ઉઠાવ્યા છે. દિગ્વિજયે કહ્યું કે, મેં 2003થી ઈવીએમ દ્વારા વોટિંગનો વિરોધ કર્યો છે. શું આપણે આપણી ભારતીય લોકશાહીને વ્યાવસાયિક હેકર્સ દ્વારા નિયંત્રિત કરવાની મંજૂરી આપી શકીએ?

MoneyControl Newsઅપડેટેડ Dec 05, 2023 પર 11:03 AM
Assembly Election Results: ‘ચિપવાળું કોઈપણ મશીન થઈ શકે છે હેક’, MPમાં હાર બાદ કોંગ્રેસ નેતા દિગ્વિજયે EVM પર ઉઠાવ્યા સવાલAssembly Election Results: ‘ચિપવાળું કોઈપણ મશીન થઈ શકે છે હેક’, MPમાં હાર બાદ કોંગ્રેસ નેતા દિગ્વિજયે EVM પર ઉઠાવ્યા સવાલ
2023ની ચૂંટણીમાં કોંગ્રેસને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ભાજપને જંગી બહુમતી મળી છે.

Assembly Election Results: મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં ભાજપે સરકાર બનાવી છે. તેલંગાણામાં કોંગ્રેસ અને મિઝોરમમાં ZPM પાર્ટી સત્તા પર આવી છે. ચૂંટણી હાર બાદ નેતાઓ તરફથી પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે મધ્યપ્રદેશમાં હાર માટે ઈવીએમને જવાબદાર ગણાવ્યા છે. દિગ્વિજયે કહ્યું, ચિપવાળા કોઈપણ મશીનને હેક કરી શકાય છે.

તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં 230 વિધાનસભા સીટો પર ચૂંટણી થઈ છે. ભાજપે 163 બેઠકો જીતી છે. કોંગ્રેસ 66 સીટો પર રહી ગઈ છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસે 114 બેઠકો કબજે કરી હતી. ભાજપે 109 બેઠકો જીતી હતી. બાદમાં 2020માં સત્તાપલટો થયો અને 22 ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા. શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં ભાજપની સરકાર બની હતી.

'રાજકીય પક્ષોએ ઉકેલ શોધવો પડશે'

હવે 2023ની ચૂંટણીમાં કોંગ્રેસને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ભાજપને જંગી બહુમતી મળી છે. પરિણામોના બે દિવસ બાદ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહનું નિવેદન ચર્ચામાં છે. દિગ્વિજયે કહ્યું, ચિપવાળા કોઈપણ મશીનને હેક કરી શકાય છે. મેં 2003થી ઈવીએમ દ્વારા મતદાનનો વિરોધ કર્યો છે. શું આપણે આપણી ભારતીય લોકશાહીને વ્યાવસાયિક હેકર્સ દ્વારા નિયંત્રિત કરવાની મંજૂરી આપી શકીએ? આ એક મૂળભૂત પ્રશ્ન છે, જે તમામ રાજકીય પક્ષોએ ઉકેલવો પડશે. ભારતના ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટ, શું તમે કૃપા કરીને આપણી ભારતીય લોકશાહીનું રક્ષણ કરશો?

બધા સમાચાર

+ વધુુ વાંચો