Assembly Election Result: તો શું એ વાત ચોક્કસ છે કે જ્યારે પણ કોંગ્રેસે ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદી પર અંગત પ્રહારો કર્યા છે ત્યારે તેને ભારે નુકસાન થયું છે? વાસ્તવમાં, ચાર રાજ્યોના વિધાનસભા પરિણામોના વલણોમાં ઉત્તરના ત્રણ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી (BJP)નું પ્રદર્શન દેખાઈ રહ્યું છે, તે આ તરફ ઈશારો કરી રહ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાન ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીને ‘પનૌતી' કહીને ન માત્ર અંગત રીતે પ્રહારો કર્યા હતા, પરંતુ તેમને ટોણા પણ માર્યા હતા. તેવી જ રીતે રાહુલની માતા સોનિયા ગાંધીએ ગુજરાત ચૂંટણી દરમિયાન પીએમ મોદીને 'મોતના સોદાગર' કહ્યા હતા. એ પછીનું પરિણામ બધાને ખબર છે.