NITISH KUMAR CONTROVRSY: બિહારની રાજધાની પટનાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મુખ્યમંત્રી નીતીશ કુમારે વસ્તી નિયંત્રણને લઈને પોતાના નિવેદન પર માફી માંગી છે. બુધવારે પત્રકારો સાથે વાતચીત દરમિયાન નીતિશ કુમારે કહ્યું કે જો મારા નિવેદનથી કોઈને દુઃખ થયું હોય તો હું હાથ જોડીને માફી માંગુ છું. મેં આ નિવેદન કોઈને દુઃખ આપવા માટે નથી કર્યું. મારા શબ્દોથી કોઈને દુઃખ થયું હોય તો હું માફી માંગુ છું અને મારા જ નિવેદનની નિંદા કરું છું.