BJP Central Election Committee Meeting: આગામી લોકસભાની ચૂંટણી નજીક છે. ભાજપ ટૂંક સમયમાં જ પોતાના ઉમેદવારોના નામ ફાઈનલ કરવા જઈ રહી છે. સૌ પ્રથમ યાદીની રાહ જોઈ રહ્યા છે. ગુરુવારે પણ ભાજપ હાઈકમાન્ડ વચ્ચે બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો. અલગ-અલગ રાજ્યોના નેતાઓ સાથે વાતચીત કરવામાં આવી હતી અને દરેક બેઠક પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રથમ બેઠક વડાપ્રધાનના નિવાસસ્થાને બે કલાક સુધી ચાલી હતી. આ બેઠક સાંજે 7 વાગ્યા પછી શરૂ થઈ હતી. ત્યારપછી ભાજપ મુખ્યાલય ખાતે કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠકમાં 4 કલાક સુધી મેરેથોન મંથન કરવામાં આવ્યું હતું. બીજેપી હેડ ક્વાર્ટરમાં 11 વાગ્યાથી સવારે 3 વાગ્યા સુધી સીટો પર ચર્ચા ચાલી હતી.