આજે ભાજપની સંસદીય દળની બેઠક મળી હતી. જેમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર હુમલો કર્યો હતો. વડાપ્રધાન મોદીએ નામ લીધા વગર કહ્યું કે અમુક લોકો ભારત માતાની જયમાં પણ સાંપ્રદાયકિતા દેખાઈ રહી છે. વડાપ્રધાન મોદીના જણાવ્યા અનુસાર વિપક્ષ માત્ર પોતાના પક્ષની વાત કરે છે, જ્યારે ભાજપ માટે પક્ષથી પહેલા દેશ છે.