iPhone Hacking Claim: વિરોધ પક્ષોના ઘણા નેતાઓએ કેન્દ્ર સરકાર પર સીધા પ્રહારો કર્યા છે અને તેમના આઇફોન હેક કરીને જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો છે. હવે કેન્દ્ર સરકારના સૂત્રોએ દાવો કર્યો છે કે Appleના અલ્ગોરિધમમાં ખામી અને માલવેર એટેકના કારણે આવું થયું છે. સરકારને તેની સાથે કોઈ લેવાદેવા નથી. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે આ પ્રકારના આક્ષેપો કોઈપણ આધાર વગર કરવામાં આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ પણ વિપક્ષી નેતાઓ પર વળતો પ્રહાર કર્યો છે.