CG CM Oath Ceremony: છત્તીસગઢના આદિવાસી નેતા વિષ્ણુદેવ સાંઈ આજે એટલે કે 13મી ડિસેમ્બરે નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. છત્તીસગઢના નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. આદિવાસી સમાજના દિગ્ગજ નેતા વિષ્ણુદેવ સાંઈ છત્તીસગઢના ચોથા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. બુધવારે બપોરે 2 વાગ્યે રાયપુરમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.