BJP Candidate List 2024: ભારતીય જનતા પાર્ટી (BJP)એ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ તેના 195 ઉમેદવારોની જાહેરાત કરી દીધી હતી. બીજેપીનું આ પગલું તેનો આત્મવિશ્વાસ દર્શાવે છે, કારણ કે તેણે ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યોમાં ઘણા સાંસદોને ટિકિટ આપી છે, જ્યારે 34 કેન્દ્રીય મંત્રીઓને ચૂંટણીમાં ઉતાર્યા છે.