Supreme Court: કોંગ્રેસના નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ તેમની ટિપ્પણીના કેસમાં ખેડા વિરુદ્ધ નોંધાયેલી FIR અને ફોજદારી કાર્યવાહીને સુપ્રીમ કોર્ટે રદ કરવાનો ઇનકાર કર્યો છે. તમને જણાવી દઈએ કે, ગુરુવારે અલાહાબાદ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ હવે કોંગ્રેસ નેતા પવન ખેડાને ટ્રાયલનો સામનો કરવો પડશે.