Get App

Congress MLA CJ Chavda Resigns : ગુજરાત કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો, લોકસભા ચૂંટણી પહેલા ડૉ. સી.જે.ચાવડાએ આપ્યું રાજીનામું

Congress MLA CJ Chavda Resigns : એક સાંધો ત્યાં તેર તૂટે, લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. વીજાપુરના ધારાસભ્ય ડૉ. સી.જે.ચાવડાએ રાજીનામું આપતા રાજકારણમાં ફરી ખળભળાટ મચી જવા પામ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 19, 2024 પર 11:37 AM
Congress MLA CJ Chavda Resigns : ગુજરાત કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો, લોકસભા ચૂંટણી પહેલા ડૉ. સી.જે.ચાવડાએ આપ્યું રાજીનામુંCongress MLA CJ Chavda Resigns : ગુજરાત કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો, લોકસભા ચૂંટણી પહેલા ડૉ. સી.જે.ચાવડાએ આપ્યું રાજીનામું
Congress MLA CJ Chavda Resigns : એક સાંધો ત્યાં તેર તૂટે, લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.

Congress MLA CJ Chavda Resigns : ચૂંટણી આવે એટલે કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થતો દેખાતો હોય છે. લોકસભા ચૂંટણી પહેલા જ ગુજરાત કોંગ્રેસને એક પછી એક ફટકો પડ્યો છે. ગુજરાત કોંગ્રેસના વધુ એક સિનિયર ધારાસભ્યએ આજે રાજીનામું આપ્યું છે. વીજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપ્યું છે. ત્યારે સીજે ચાવડા ગમે ત્યારે કેસરિયા કરશે.

કોંગ્રેસમાં વધુ વિકેટ પડે તેવી શક્યતા

ઉત્તર ગુજરાતના વધુ એક ધારાસભ્યએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડા ગમે ત્યારે ભાજપમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે, ત્રણ અપક્ષ ધારાસભ્યો પણ ચાલુ સપ્તાહમાં જ રાજીનામું આપી ભાજપમાં જોડાઈ જશે. આગામી એક જ સપ્તાહમાં આપ અને કોંગ્રેસમાંથી વધુ રાજીનામાં પડે તેવી સંભાવના છે.

ચૂંટણી પહેલા કોંગ્રેસની તાકાતમાં ઘટાડો

બધા સમાચાર

+ વધુુ વાંચો