Congress rally: કોંગ્રેસે દિલ્હીના રામલીલા મેદાનમાં ન્યાય સંકલ્પ રેલીનું આયોજન કર્યું છે. આ રેલીમાં બૂથ લેવલના કાર્યકરોથી લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કાર્યકર્તાઓને સંબોધિત કરતા કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે મોદીએ બધાને બરબાદ કરી દીધા છે. આ સાથે તેમણે કહ્યું કે જેમ કૂતરો ખરીદતી વખતે તે યોગ્ય રીતે ભસે છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે તેવી જ રીતે ભસનારા કાર્યકરોને બૂથનું કામ સોંપવું જોઈએ.