Congress Party: રાજકીય વિવેચક પ્રિયમ ગાંધી મોદીએ તેમના નવા પુસ્તકમાં કોંગ્રેસ પાર્ટી વિશે ઘણું લખ્યું છે. તેમના પુસ્તક "વોટ ઈફ ધેર વોઝ નો કોંગ્રેસઃ ધ અનસેન્સર્ડ હિસ્ટ્રી ઓફ ઈન્ડિપેન્ડન્ટ ઈન્ડિયા" માં તેમણે દાવો કર્યો છે કે નજીકના ભવિષ્યમાં સત્તા પર પહોંચવાનો કોંગ્રેસનો માર્ગ અશક્ય નહિ તો ખૂબ મુશ્કેલ લાગે છે. તેઓ એમ પણ કહે છે કે મહાત્મા ગાંધીએ એકવાર કોંગ્રેસને નાબૂદ કરવાની સલાહ આપી હતી.