Vice President of India: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદો દ્વારા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની નકલ કરવાની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વાત કહી છે. તેમણે કહ્યું કે પીએમ મોદીએ ફોન કરીને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાને વાતચીત દરમિયાન એમ પણ કહ્યું કે તેઓ પણ છેલ્લા 20 વર્ષથી આ પ્રકારનું અપમાન સહન કરી રહ્યા છે.