Jharkhand Congress: ઝારખંડમાં કોંગ્રેસના સમર્થનથી ચાલી રહેલી ચંપાઈ સોરેન સરકાર સામે એક નવી સમસ્યા ઊભી થઈ છે. મંત્રી પદને લઈને ઝારખંડ કોંગ્રેસમાં વિભાજન જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના ડઝનબંધ ધારાસભ્યો પોતાના પક્ષમાંથી જૂના મંત્રીઓને હટાવી નવા ચહેરાઓને તક આપવાની માંગ કરી રહ્યા છે. ઈરફાન અંસારી, અંબા પ્રસાદ, વિકસલ કોંગડી, દીપિકા પાંડે સિંહ સહિત મોટાભાગના ધારાસભ્યો આ જૂથનો ભાગ છે.