રાજ્યસભાનો સંગ્રામ 26મી માર્ચના થવા જઇ રહ્યો છે અને તે માટે શુક્રવારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધું છે. ગુજરાતની ત્રણ બેઠકો માટે કોંગ્રેસે 2 ફોર્મ ભર્યું છે પરંતુ ભાજપના 3 ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે અને ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીને ભાજપમાંથી ફોર્મ ભર્યું છે એટલે ભાજપને એવી આશા હશે કે તેમને કોંગ્રેસ તરફથી ઘટતા મત મળી જશે.