2020માં રાજકારણના સૌથી મોટા સમાચાર સાથે તો પૂર્વ કોંગ્રેસ નેતા અને રાહુલ ગાંધીના નજીકના ગણાતા જ્યોતિરાદિત્ય સિંધિયા આજે સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે. તેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ દિલ્હીના ભાજપ હેડક્વાર્ટરમાં ભાજપમાં સ્વાગત કર્યું છે. જે પી નડ્ડાએ તેમનું સ્વાગત કરતા કહ્યું કે જ્યોતિરાદિત્ય સિંધિયા લોકોની સેવા માટે ઘણા કારગર સાબિત થશે.