Lok Sabha Election: ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એસપી સુપ્રીમો અખિલેશ યાદવના ખૂબ જ નજીકના ગણાતા આરસીએલ ગ્રુપના ચેરમેન મનોજ યાદવ ભાજપમાં જોડાયા છે. તેમણે લખનઉમાં પ્રદેશ કાર્યાલયમાં પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીની હાજરીમાં સભ્યપદ લીધું. સપામાંથી મનોજ યાદવના રાજીનામા બાદ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. હવે આ સીટ પર ડિમ્પલ યાદવને પણ કોમ્પિટિશન મળી શકે છે.