Get App

Lok Sabha Elections 2024: ભાજપે ગુજરાતથી 15 ઉમેદવારો કરી દીધા છે જાહેર, જાણો કોણ રિપીટ કોણ કપાયું..?

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024 ગુજરાત BJP યાદી ભારતીય જનતા પાર્ટી (BJP) એ આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પીએમ મોદી ઉત્તર પ્રદેશના વારાણસી બેઠક પરથી લોકસભા માટે ફરીથી ચૂંટણી લડશે. ગાંધીનગરથી અમિત શાહ, અમદાવાદ પશ્ચિમમાંથી દિનેશ મકવાણા, રાજકોટથી પરષોત્તમ રૂપાલા અને જામનગરથી પૂનમબેન માડમ ચૂંટણી લડશે.

MoneyControl Newsઅપડેટેડ Mar 03, 2024 પર 12:05 PM
Lok Sabha Elections 2024: ભાજપે ગુજરાતથી 15 ઉમેદવારો કરી દીધા છે જાહેર, જાણો કોણ રિપીટ કોણ કપાયું..?Lok Sabha Elections 2024: ભાજપે ગુજરાતથી 15 ઉમેદવારો કરી દીધા છે જાહેર, જાણો કોણ રિપીટ કોણ કપાયું..?
Lok Sabha Elections 2024: ગુજરાતમાંથી ભાજપના ઉમેદવારોની યાદી

Lok Sabha Elections 2024: ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 માટે કુલ 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં ગુજરાતમાંથી 15 લોકસભા બેઠકો માટેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે કચ્છમાંથી વિનોદ ચાવડા, ગાંધીનગરથી અમિત શાહ, અમદાવાદ પશ્ચિમમાંથી દિનેશ મકવાણા, રાજકોટથી પરષોત્તમ રૂપાલા અને જામનગરમાંથી પૂનમબેન માડમને ટિકિટ આપી છે.

ગુજરાતમાંથી ભાજપના ઉમેદવારોની યાદી

ક્રમ બેઠક ઉમેદવાર
1. કચ્છ વિનોદ ચાવડા
2. બનાસકાંઠા રેખા ચૌધરી
3. પાટણ ભરતસિંહ ડાભી
4. ગાંધીનગર અમિત શાહ
5. અમદાવાદ પશ્ચિમ દિનેશ મકવાણા
6. રાજકોટ પરષોત્તમ રૂપાલા
7. પોરબંદર મનસુખ માંડવીયા
8. જામનગર પૂનમબેન માડમ
9. આણંદ મિતેષ પટેલ
10. ખેડા દેવુસિંહ ચૌહાણ
11. દાહોદ જસવંતસિંહ ભાભોર
12. ભરૂચ મનસુખ વસાવા
13. બારડોલી પ્રભુ વસાવા
14. નવસારી સી.આર.પાટીલ
15. પંચમહાલ રાજપાલસિંહ જાદવ

જયારે 5 બેઠકોના સાંસદોનું પત્તું કપાયું છે, જાણો કોનું પત્તું કપાયું અને કોને મળ્યું સ્થાન

બધા સમાચાર

+ વધુુ વાંચો