Lok Sabha Elections: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશની પાંચ નવી AIIMSનું ઉદ્ઘાટન કર્યું. યુપીના રાયબરેલી એઈમ્સનું ઉદ્ઘાટન કરતી વખતે પીએમ મોદીએ નેહરુ-ગાંધી પરિવાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસના 'શાહી પરિવાર' માત્ર રાયબરેલીમાં રાજનીતિ કરે છે, જ્યારે મોદીએ વિકાસના કામો કર્યા છે.