Loksabha Election 2024: ભારતીય જનતા પાર્ટીએ આજે ચૂંટણી પંચને આગામી લોકસભા ચૂંટણી દરમિયાન તમામ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરાવવાની માંગ કરી છે. ભારતીય જનતા પાર્ટીનું એક પ્રતિનિધિમંડળ બુધવારે મુખ્ય ચૂંટણી કમિશનરને મળ્યું હતું અને સંસદીય ચૂંટણીઓ પહેલા બહુમાળી એપાર્ટમેન્ટની અંદર મતદાન મથકો ખોલવાની માંગણી પણ કરી હતી. બપોરે લગભગ 3.30 વાગ્યે કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું અને ચૂંટણી પંચને મળ્યા.