Arvind kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સરકાર દ્વારા આયોજિત ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. છત્રસાલ સ્ટેડિયમ ખાતે રાજ્ય કક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે આપણે ભગવાન રામ પાસેથી બલિદાન શીખીએ છીએ. તેઓ ક્યારેય જાતિમાં માનતા નહોતા. રામ રાજ્યમાં દરેક વ્યક્તિ પોતાના ધર્મનું પાલન કરે છે.