Maratha Reservation: મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણને લઈને શિંદે સરકારમાં અણબનાવ જેવી સ્થિતિ છે. રાજ્ય સરકારના મંત્રી અને વરિષ્ઠ OBC નેતા છગન ભુજબળે રવિવારે એક મોટી જાહેરાત કરી છે. ભુજબાને કહ્યું કે, મરાઠા આરક્ષણ અંગે રાજ્ય સરકારના નિર્ણય સામે 1 ફેબ્રુઆરીએ ધારાસભ્યો, સાંસદો અને તહસીલદારના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ભુજબળે અહીં તેમના સત્તાવાર નિવાસસ્થાને એક બેઠક યોજી હતી, જેમાં ઓબીસી ધારાસભ્યો, નેતાઓ અને અન્ય લોકોએ હાજરી આપી હતી.