Shivraj Singh Chauhan Net Worth: મધ્યપ્રદેશમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે આજે મતગણતરી થઇ. શિવરાજ સિંહ પાંચમી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ રહ્યાં છે. ચૂંટણી પંચને આપેલી એફિડેવિટ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં તેમની નેટવર્થમાં લગભગ 5 લાખ રૂપિયાનો ઘટાડો થયો છે. એટલું જ નહીં તેની પાસે કાર પણ નથી. એફિડેવિટ અનુસાર, વર્ષ 2023માં તેમની કુલ સંપત્તિ 3.21 કરોડ રૂપિયા છે જ્યારે તેમની પત્ની સાધના સિંહની કુલ સંપત્તિ 5.41 કરોડ રૂપિયા છે. પાંચ વર્ષ પહેલા શિવરાજ સિંહ ચૌહાણની સંપત્તિ 3.26 કરોડ રૂપિયા હતી.