નરેન્દ્ર મોદી તેમના રવિવારે એટલે કે 8મી માર્ચે સોશલ મીડિયા છોડવાના ટ્વીટ પર સ્પષ્ટતા કરી. PM મોદીએ ફરી ટ્વીટ કરીને લખ્યું કે રવિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને આ દિવસ માટે હું મારુ સોશલ મીડિયા અકાઉન્ટ દરેક મહિલાઓને સમર્પિત કરુ છે જે મહિલાઓનું જીવન અને કામ આપણને સૌને પ્રેરણા આપે છે. સાથે જ તેણે દરેકને એક દિવસ માટે સોશલ મીડિયા અકાઉન્ટ મહિલાઓને સમર્પિત કરવાની અપીલ કરી. અને સાથે જ PM મોદીએ મહિલા દિવસે દરેકને પ્રેરણાત્મક મહિલાઓની વાતો શેર કરવાની અપીલ પણ કરી.