Bihar politics: બિહારમાં રાજકીય ઉથલપાથલની અટકળો ફરી એકવાર સાચી સાબિત થઈ છે. નીતીશ કુમારે રવિવારે સવારે એ જ કર્યું, જેની આગાહી છેલ્લા કેટલાક દિવસોથી કરવામાં આવી રહી હતી. રવિવારે સવારે તેમણે રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. તેમણે રાજ્યપાલને કહ્યું કે તેમણે મહાગઠબંધનથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. આ પછી સાંજ સુધીમાં તેમણે ભાજપના સમર્થન સાથે નવમી વખત મુખ્યમંત્રી પદના શપથ પણ લીધા.