Get App

Rahul Gandhi Bharat Nyaay Yatra: ભારત જોડો પછી હવે રાહુલ ગાંધી ન્યાયયાત્રા કરશે શરૂ.. મણિપુરથી મુંબઈ સુધી 14 રાજ્યમાં 6200 કિમીની સફરનું આયોજન

Rahul Gandhi Bharat Nyaay Yatra: આ યાત્રાના સમયગાળા દરમિયાન 14 રાજ્યો અને 85 જિલ્લાઓને આવરી લેવાશે. રાહુલ ગાંધી બસ અને પગપાળા 6,200 કિલોમીટરથી વધુની મુસાફરી કરશે.

MoneyControl Newsઅપડેટેડ Dec 28, 2023 પર 11:16 AM
Rahul Gandhi Bharat Nyaay Yatra: ભારત જોડો પછી હવે રાહુલ ગાંધી ન્યાયયાત્રા કરશે શરૂ.. મણિપુરથી મુંબઈ સુધી 14 રાજ્યમાં 6200 કિમીની સફરનું આયોજનRahul Gandhi Bharat Nyaay Yatra: ભારત જોડો પછી હવે રાહુલ ગાંધી ન્યાયયાત્રા કરશે શરૂ.. મણિપુરથી મુંબઈ સુધી 14 રાજ્યમાં 6200 કિમીની સફરનું આયોજન
Rahul Gandhi Bharat Nyaay Yatra: આ સિવાય 28મી ડિસેમ્બરે કોંગ્રેસના સ્થાપના દિવસના અવસરે પાર્ટી નાગપુરમાં એક મેગા રેલીનું આયોજન કરશે.

Rahul Gandhi Bharat Nyaay Yatra: 2024ની લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ભારત ન્યાયયાત્રા શરૂ કરશે. આ યાત્રા 14 જાન્યુઆરી 2024 ના રોજ મણિપુરથી શરૂ થશે અને 20 માર્ચે મુંબઈમાં સમાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન યાત્રા 14 રાજ્યો અને 85 જિલ્લાઓને આવરી લેશે. રાહુલ ગાંધી બસ અને પગપાળા 6,200 કિલોમીટરથી વધુની મુસાફરી કરશે.

આ યાત્રા મણિપુરથી શરૂ થશે અને નાગાલેન્ડ, આસામ, મેઘાલય, બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિસા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન થઈને મહારાષ્ટ્રમાં સમાપ્ત થશે. કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે ભારત ન્યાયયાત્રાનો ઉદ્દેશ્ય આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાય છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ યાત્રાને લીલી ઝંડી આપશે.

આ સિવાય 28મી ડિસેમ્બરે કોંગ્રેસના સ્થાપના દિવસના અવસરે પાર્ટી નાગપુરમાં એક મેગા રેલીનું આયોજન કરશે. તેનું નામ છે- અમે તૈયાર છીએ. આ મેગા રેલી 2024ની લોકસભા ચૂંટણી માટે એલાર્મ વગાડશે.. આ પહેલાં રાહુલ ગાંધીએ 7 સપ્ટેમ્બર 2022 થી 30 જાન્યુઆરી 2023 સુધી ભારત જોડો યાત્રા કાઢી હતી. 145 દિવસની યાત્રા તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈને જમ્મુ-કાશ્મીરમાં પૂરી થઈ.

ત્યારબાદ રાહુલે 3570 કિલોમીટરની યાત્રામાં 12 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લીધા..મહત્વનું છે કે અગાઉ રાહુલ ગાંધી ગુજરાતથી યાત્રા શરુ કરવાના હતા જો કે હવે ગુજરાતનો પ્લાન પડતો મુકી દેવાયો છે...આ યાત્રામાં ગુજરાતનો સમાવેશ કરવામાં નથી આવ્યો.

બધા સમાચાર

+ વધુુ વાંચો