Get App

રાહુલની મુલાકાત પર શરૂ થયું ઘમાસાણ

આ તરફ ગઇકાલે કોંગ્રેસે પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીની હિંસામાં પ્રભાવિત થયેલા વિસ્તારોની મુલાકાત કરી.

MoneyControl Newsઅપડેટેડ Mar 06, 2020 પર 11:31 AM
રાહુલની મુલાકાત પર શરૂ થયું ઘમાસાણરાહુલની મુલાકાત પર શરૂ થયું ઘમાસાણ

આ તરફ ગઇકાલે કોંગ્રેસે પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીની હિંસામાં પ્રભાવિત થયેલા વિસ્તારોની મુલાકાત કરી. હિંસાના ઘણા દિવસ બાદ રાહુલની આ મુલાકાત પર સવાલ પણ ઉભા થઇ રહ્યાં છે. BJPએ રાહુલ ગાંધીની આ મુલાકાતને પોલિટિકલ પર્યટન ગણાવ્યું.

રાહુલ ગાંધીએ ગઇકાલે ઉત્તર પૂર્વી દિલ્હીના બૃજપૂરી વિસ્તારમાં એક સ્કૂલની પણ મુલાકાત કરી. આ મુલાકાતમાં રાહુલ ગાંધીએ BJP પર પ્રહાર કર્યા. જ્યાર બાદ BJPએ પલટવાર કર્યો. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આરોપ રાહુલ પર આરોપ લગાવ્યો કે પોલિટિકલ પર્યટનથી કોંગ્રેસ માહોલ ખરાબ કરવાની કોશિશ કરી રહી છે.

તો નકવીના નિવેદન પર કોંગ્રેસ નેતા પી એલ પુનિયાએ પ્રહાર કર્યા. તેમણે કહ્યું ભાજપે રાહુલ ગાંધીની મુલાકાત પહેલાથી જ આવું નિવેદન વિચારી રાખ્યું હતું. જે કામ ગૃહ મંત્રાલયે કરવું જોઇએ તે કોંગ્રેસ કરી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો