Congress Milind Deoras: પૂર્વ કેન્દ્રીય મંત્રી મિલિંદ દેવરા કોંગ્રેસ છોડીને શિવસેના (શિંદે જૂથ)માં જોડાયા છે. તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનાનું સભ્યપદ લીધું છે. પાર્ટી છોડતી વખતે મિલિંદે કહ્યું હતું કે, 'મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું કોંગ્રેસ સાથેનો મારો 55 વર્ષનો સંબંધ છોડીશ.' કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાના બીજા જ દિવસે તેમણે વધુ એક મોટો ખુલાસો કર્યો છે.