Apple Statement on Hacking: દેશના વિપક્ષી નેતાઓએ દાવો કર્યો છે કે તેમને આઇફોન પર એક ચેતવણી સંદેશ મળ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેમને રાજ્ય પ્રાયોજિત હુમલાખોરો દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે. નેતાઓ દાવો કરે છે કે તેમનો આઇફોન ગમે ત્યારે હેક થઈ શકે છે. જોકે, આ દાવાઓ વચ્ચે દિગ્ગજ ટેક કંપની એપલે મંગળવારે એક નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી છે. કંપનીનું કહેવું છે કે તેણે કોઈપણ પ્રકારના રાજ્ય પ્રાયોજિત હુમલાની જાણ કરી નથી. એપલે એમ પણ કહ્યું છે કે તે આ બાબતની તપાસ કરી રહી છે કે આ સૂચના કેવી રીતે બહાર આવી. કેન્દ્ર સરકારે પણ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.