PM Modi In UP: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 ફેબ્રુઆરીએ સંભલના કલ્કી ધામની મુલાકાત લેશે. તેઓ અહીં કલ્કિ ધામનો શિલાન્યાસ કરશે. તે જ દિવસે PM મોદી લખનઉની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ 10 લાખ કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ સાથે, 22 ફેબ્રુઆરીએ PM મોદી બે દિવસની મુલાકાતે વારાણસી જશે, જ્યાં તેઓ ઘણા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. PMની મુલાકાતને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સોમવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.