પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરિવારવાદની વ્યાખ્યા સંસદમાં સમજાવતા કહ્યું હતું કે, કોઈ પરિવાર પોતાના બળે જનસમર્થનથી એકથી વધારે લોકો જો રાજનિતિક જગતમાં પ્રગતિ કરે તેને અમે ક્યારેય પરિવારવાદ કહ્યો નથી. અમે પરિવારવાદની એ ચર્ચા કરીએ છીએ કે જે પાર્ટી પરિવાર ચલાવે, જે પાર્ટી પરિવારના લોકોને પ્રાથમિકતા આપે, જે પાર્ટીના તમામ નિર્ણયો પરિવારના સભ્યો જ લે. આ પરિવારવાદ છે. ના તો રાજનાથ સિંહની કોઈ પાર્ટી છે ન તો અમિત શાહજીની. એક પરિવારના 10 લોકો રાજકારણમાં આવે કંઈ ખોટું નથી. અમે તો ઈચ્છીએ છીએ કે નવ યુવાનો રાજકારણમાં આવે. પરંતુ દેશની લોકશાહી માટે પરિવારવાદની રાજનીતિ જોખમી છે. પરિવારના બે લોકો પ્રગતિ કરે તે સારી વાત છે પરંતુ સવાલ એ છે કે પરિવાર જ પાર્ટીઓ ચલાવે છે. નક્કી જ હોય છે આ નહીં હોય તો તેનો પુત્ર પાર્ટી ચલાવશે, એ નહીં હોય તો એનો પુત્ર. આમ તેઓએ સંસદમાં રાજકારણમાં પરિવારવાદને લઈને પોતાની નારાજગીને ઉગ્ર શબ્દોમાં વખોડ્યો હતો.