Get App

‘PM મોદી OBC નહીં જનરલ કાસ્ટમાં જન્મ્યા હતા', વડાપ્રધાનની કાસ્ટને લઈ રાહુલ ગાંધીના પ્રહાર

PM Modi: રાહુલ ગાંધીએ કહ્યું, 'લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. મોદીજી ઓબીસીમાં જન્મ્યા નથી. તે તેલી સમુદાયમાંથી આવે છે. ભાજપે વર્ષ 2000માં તેમની જાતિને ઓબીસી બનાવી હતી. મતલબ કે મોદી OBC નથી જન્મ્યા, તેઓ જનરલ કાસ્ટમાં જન્મ્યા છે. તે દુનિયા સમક્ષ ખોટું બોલી રહ્યો છે કે તેનો જન્મ ઓબીસીમાં થયો હતો.

MoneyControl Newsઅપડેટેડ Feb 08, 2024 પર 1:19 PM
‘PM મોદી OBC નહીં જનરલ કાસ્ટમાં જન્મ્યા હતા', વડાપ્રધાનની કાસ્ટને લઈ રાહુલ ગાંધીના પ્રહાર‘PM મોદી OBC નહીં જનરલ કાસ્ટમાં જન્મ્યા હતા', વડાપ્રધાનની કાસ્ટને લઈ રાહુલ ગાંધીના પ્રહાર
PM Modi: રાહુલ ગાંધીએ કહ્યું, 'લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે.

PM Modi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાતિ પર જોરદાર પ્રહારો કર્યા છે. ઓડિશામાં 'ભારત જોડો ન્યાય યાત્રા' દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ OBC જાતિમાં નથી થયો, તેઓ જનરલ કાસ્ટમાં જન્મ્યા છે. પરંતુ વડાપ્રધાનનો જન્મ ઓબીસી જાતિમાં થયો હોવાનું કહીને ભાજપ લોકોને મૂર્ખ બનાવે છે.

રાહુલ ગાંધીએ કહ્યું, 'લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. મોદીજી ઓબીસીમાં જન્મ્યા નથી. તે તેલી સમુદાયમાંથી આવે છે. ભાજપે વર્ષ 2000માં તેમની જાતિને ઓબીસી બનાવી હતી. મતલબ કે મોદી OBC નથી જન્મ્યા, તેઓ જનરલ કાસ્ટમાં જન્મ્યા છે. તે દુનિયા સમક્ષ ખોટું બોલી રહ્યો છે કે તેનો જન્મ ઓબીસીમાં થયો હતો.

‘રોજ પહેરે છે નવો ડ્રેસ'

બધા સમાચાર

+ વધુુ વાંચો