Mimi Chakraborty TMC MP: તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ મિમી ચક્રવર્તીએ ગુરુવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેણે પોતાનું રાજીનામું ટીએમસીના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને સોંપ્યું છે. જાદવપુરના સાંસદ મીમીનું કહેવું છે કે સ્થાનિક તૃણમૂલ નેતૃત્વ સાથે તેમનો મતભેદ છે.