Himanta Biswa Sarma: આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર પોતાના હમશક્લનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. સરમાએ કહ્યું કે રાહુલ ગાંધી યાત્રા દરમિયાન પોતે આવતા નથી પરંતુ પોતાના શરીરનો ડબલ ઉપયોગ કરે છે. એક મીડિયા રિપોર્ટને ટાંકીને આસામના મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બસમાં બોડી ડબલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સમાચાર એજન્સી ANA દ્વારા તેના X હેન્ડલ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં આસામના મુખ્યમંત્રીએ કહ્યું કે, "આસામમાં એક મોટો પ્રશ્ન ઊભો થયો છે કે રાહુલ ગાંધીએ બોડી ડબલનો ઉપયોગ કર્યો છે."