Rajasthan Assembly polls: રાજસ્થાનમાં આ દિવસોમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં પણ નારાજ નેતાઓને મનાવવાના પ્રયાસો ચાલુ છે. દરમિયાન, કોંગ્રેસ સામે બળવો કરનાર અને રાજસ્થાનની સુરસાગર બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર રામેશ્વર દધીચે ગુરુવારે પોતાનું નામ પાછું ખેંચી લીધું એટલું જ નહીં, ભાજપમાં પણ જોડાઈ ગયા. રામેશ્વર દધીચ જોધપુરના પૂર્વ મેયર છે અને સીએમ અશોક ગેહલોતના નજીકના માનવામાં આવે છે.