INDIA Alliance: ઈન્ડિયા એલાયન્સની બેઠક બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ચોથી બેઠકમાં પાર્ટીના 28 નેતાઓએ હાજરી આપી હતી. આ પત્રકાર પરિષદમાં અનેક વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. જેમાં કોંગ્રેસ પ્રમુખ ખડગે, રાહુલ ગાંધી, સીતારામ યેચુરી, ફારૂક અબ્દુલ્લા, પ્રેમચંદ્રન, ટીઆર બાબુ, ડી રાજા અને મહુઆ માંઝીનો સમાવેશ થાય છે.