Israel-Hamas War: ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતમાં આ મુદ્દે રાજકીય આરોપો અને પ્રતિઆક્ષેપોની નવી શ્રેણી શરૂ થઈ ગઈ છે. ઈઝરાયેલ સાથેના સંઘર્ષમાં પેલેસ્ટાઈનને ટેકો આપવા બદલ શરદ પવારની ટીકા કરતા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ એનસીપીના વડા પર કટાક્ષ કર્યો છે. સરમાએ બુધવારે કહ્યું કે તેમને લાગે છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા તેમની પુત્રી અને લોકસભા સાંસદ સુપ્રિયા સુલેને પેલેસ્ટાઈન સ્થિત આતંકવાદી જૂથ હમાસ વતી લડવા ગાઝા મોકલશે.