સંસદમાં ફરી એક વખત દિલ્હીમાં થયેલી હિંસા પર હોબાળો થયો છે. વિપક્ષના સાંસદો 47 મૃત્યુ અને 300થી વધુ ઘાયલો માટે સરકાર પાસેથી જવાબ માગી રહ્યા છે. હિંસા પર વધુ હોબાળા બાદ સ્પીકરે કહ્યું કે સરકાર હાલ હિંસા પર ચર્ચા કરી રહી છે જોકે ભારે હોબાળો થયા બાદ સ્પીકરે સાંસદોને ચીમકી પણ આપી છે. સ્પીકરે કહ્યું કે સદનની અંદર કોઇ પણ બેનર લઇને નહીં આવે સાથે જો કોઇ સાંસદે વિરોધ નોંધાવો છે તે રેકોર્ડમાં નોંધાવે અન્યતા તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.