Telangana elections 2023: આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રોકડ, સોનું, દારૂ અને અન્ય વસ્તુઓની જપ્તીનો આંકડો માત્ર એક સપ્તાહમાં 100 કરોડને વટાવી ગયો છે. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી. 30 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા લાગુ થયા બાદ 9 ઓક્ટોબરથી અમલીકરણ એજન્સીઓએ રાજ્યભરમાંથી રૂપિયા 109 કરોડથી વધુની રોકડ, સોનું, દારૂ વગેરે જપ્ત કર્યા છે.