Get App

PM મોદી અમેરિકા અને ઈજિપ્તના પ્રવાસેથી ઘરે પરત ફર્યા, એરપોર્ટ પર જેપી નડ્ડાને પૂછ્યું - ‘દેશમાં શું ચાલી રહ્યું છે?'

વડાપ્રધાન મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન અને તેમની પત્ની જીલ બાયડનના આમંત્રણ પર અમેરિકાની મુલાકાતે હતા. યુ.એસ.ની તેમની મુલાકાત દરમિયાન, તેમણે રાષ્ટ્રપતિ જો બાયડન સાથે વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરી અને યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું. આ પછી, તેઓ અમેરિકાની સરકારી મુલાકાત પૂરી કરીને શનિવારે ઇજિપ્તની રાજધાની કૈરો પહોંચ્યા.

MoneyControl Newsઅપડેટેડ Jun 26, 2023 પર 11:32 AM
PM મોદી અમેરિકા અને ઈજિપ્તના પ્રવાસેથી ઘરે પરત ફર્યા, એરપોર્ટ પર જેપી નડ્ડાને પૂછ્યું - ‘દેશમાં શું ચાલી રહ્યું છે?'PM મોદી અમેરિકા અને ઈજિપ્તના પ્રવાસેથી ઘરે પરત ફર્યા, એરપોર્ટ પર જેપી નડ્ડાને પૂછ્યું - ‘દેશમાં શું ચાલી રહ્યું છે?'
રાષ્ટ્રપતિ અલ-સીસીએ મોદીને ઇજિપ્તના સર્વોચ્ચ રાજ્ય સન્માન 'ઓર્ડર ઓફ ધ નાઇલ'થી નવાજ્યા. વડાપ્રધાન મોદીને મળેલું આ 13મું સર્વોચ્ચ રાજ્ય સન્માન છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Lands in Delhi) અમેરિકા અને ઇજિપ્તની પાંચ દિવસની મુલાકાત બાદ રવિવારે મોડી રાત્રે સ્વદેશ પરત ફર્યા. ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરોએ વડાપ્રધાન મોદીનું ઘરે પરત ફરતા એરપોર્ટની બહાર ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને પાર્ટીના દિલ્હી યુનિટના પ્રમુખ વીરેન્દ્ર સચદેવા સિવાય દિલ્હીના તમામ બીજેપી સાંસદો આ પ્રસંગે હાજર હતા. અમેરિકા અને ઇજિપ્તની સરકારી મુલાકાતેથી ભારત પરત આવ્યા બાદ એરપોર્ટ પર જ પીએમ મોદીએ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય નેતાઓને પૂછ્યું કે દેશમાં શું ચાલી રહ્યું છે?

વડાપ્રધાન મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન અને તેમની પત્ની જીલ બાયડનના આમંત્રણ પર અમેરિકાની મુલાકાતે હતા. યુ.એસ.ની તેમની મુલાકાત દરમિયાન, તેમણે રાષ્ટ્રપતિ જો બાયડન સાથે વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરી અને યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું. આ પછી, તેઓ અમેરિકાની સરકારી મુલાકાત પૂરી કરીને શનિવારે ઇજિપ્તની રાજધાની કૈરો પહોંચ્યા.

રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીના આમંત્રણ પર ઇજિપ્તની તેમની બે દિવસીય રાજ્ય મુલાકાત એ 1997 પછી ભારતીય વડા પ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. પીએમ મોદીએ રવિવારે રાષ્ટ્રપતિ અલ-સીસી સાથે વાતચીત કરી અને વેપાર અને રોકાણ, ઉર્જા સંબંધો અને લોકો વચ્ચેના સંબંધોને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીને બંને દેશો વચ્ચે સ્ટ્રેટેજીકલ પાર્ટનરશીપને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી. બંને દેશોએ તેમના સંબંધોને સ્ટ્રેટેજીકલ પાર્ટનરશીપ સુધી ઉન્નત કર્યા.

રાષ્ટ્રપતિ અલ-સીસીએ મોદીને ઇજિપ્તના સર્વોચ્ચ રાજ્ય સન્માન 'ઓર્ડર ઓફ ધ નાઇલ'થી નવાજ્યા. વડાપ્રધાન મોદીને મળેલું આ 13મું સર્વોચ્ચ રાજ્ય સન્માન છે. પીએમ મોદીએ 20 જૂને તેમની પાંચ દિવસીય મુલાકાત શરૂ કરી હતી. તેઓ 21-24 જૂન દરમિયાન અમેરિકાની મુલાકાતે ગયા હતા. તેમની યુએસ મુલાકાત ન્યૂયોર્કમાં શરૂ થઈ, જ્યાં તેમણે નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 21 જૂનના રોજ સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે એક ઐતિહાસિક કાર્યક્રમનું નેતૃત્વ કર્યું. બાદમાં, વોશિંગ્ટન ડીસીમાં રાષ્ટ્રપતિ બાયડન દ્વારા વ્હાઇટ હાઉસમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

બધા સમાચાર

+ વધુુ વાંચો