Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં વધારાની સાથે કારોબાર, ક્રૂડમાં મામૂલી દબાણ સાથે કારોબાર

જ્યાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો સાડ ચાર ટકાની તેજી સાથે 186 પર પહોંચતી જોવા મળી રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 24, 2024 પર 6:50 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં વધારાની સાથે કારોબાર, ક્રૂડમાં મામૂલી દબાણ સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં વધારાની સાથે કારોબાર, ક્રૂડમાં મામૂલી દબાણ સાથે કારોબાર

સોનામાં રિકવરી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો 2033 ડૉલરને પાર જતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં પા ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. નબળા ડૉલર ઈન્ડેક્સ અને બોન્ડ યીલ્ડને કારણે કિંમતોને સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે. તો બજારની નજર હવે યૂએસ અર્થતંત્રના આંકડા પર રહેશે.

ચાંદીમાં ફરી તેજી સાથે બજાર બંધ થતો જોવા મળ્યો જ્યાં વૈશ્વિક બજારમાં કિંમતો ફરી 23 ડૉલર પાસે પહોંચતી જોવા મળી તો સ્થાનિક બજારમાં એક ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો છે.

ક્રૂડ ઓઈલ તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. જ્યાં બેન્ટની કિંમતો મામૂલી દબાણ સાથે 80 ડૉલર નીચે કારોબાર કરી રહી છે તો NYMEXમાં નબળી ઈન્વેન્ટરીના કારણ વેચવાલી જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં નબળા ડૉલરના કારણે મામૂલી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.

દેશમાં ગેસિફિકેશનના પ્રસ્તાવને મંજૂરી મળતા સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોને વેગ મળતો જોવા મળી રહ્યો છે. જ્યાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો સાડ ચાર ટકાની તેજી સાથે 186 પર પહોંચતી જોવા મળી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો