Get App

મહાલક્ષ્મી અને ભાયખલાનાં પ્રોપર્ટી માર્કેટ અંગે ચર્ચા

પરેશ કારિયાનું કહેવુ છે કે ભાયખલા પહેલા માત્ર ઝૂ માટે જાણીતુ હતુ.

MoneyControl Newsઅપડેટેડ Nov 17, 2018 પર 4:04 PM
મહાલક્ષ્મી અને ભાયખલાનાં પ્રોપર્ટી માર્કેટ અંગે ચર્ચામહાલક્ષ્મી અને ભાયખલાનાં પ્રોપર્ટી માર્કેટ અંગે ચર્ચા

એકવેસ્ટ ડિરેક્ટર પરેશ કારિયાનું કહેવુ છે કે ભાયખલા પહેલા માત્ર ઝૂ માટે જાણીતુ હતુ. હવે મોટા ડેવલપરનાં ઘણા પ્રોજેક્ટ ભાયખલામાં આવી રહ્યાં છે. ભાયખલા સાઉથમુંબઇ અને પરેલથી વેલ કનેક્ટેડ છે. ભાયખલામાં મોટા પ્લોટ મળી રહ્યાં છે. ભાયખલામાં પિરામલ ગ્રુપનો અરણ્યા પ્રોજેક્ટ ભાયખલામાં છે.

₹4.5 થી 10 કરોડની કિંમતનાં ઘર પિરામલ ગ્રુપનો અરણ્યામાં છે. પિરામલ અરણ્યા સ્પેશિયસ પ્રોજેક્ટ છે. પેનનસુલા લેન્ડનો ભાયખલામાં પ્રોજેક્ટ છે. પેનનસુલા લેન્ડ 4 એકરમાં 2 ટાવરનો પ્રોજેક્ટ છે. ગોદરેજનો પ્રોજેક્ટ પણ ભાયખલામાં છે. મહાલક્ષ્મી વિસ્તારનું પ્રોપર્ટી માર્કેટ છે.

મહાલક્ષ્મી રેસિડન્શિયલનું ઇમરજીંગ હબ છે. મહાલક્ષ્મી ઇસ્ટમાં વિકાસ થઇ રહ્યો છે. ગોદરેજનો પ્રોજેક્ટ મહાલક્ષ્મીમાં છે. લોધાનો એક લેન્ડમાર્ક પ્રોજેક્ટ મહાલક્ષ્મીમાં છે. મહાલક્ષ્મીમાં ખૂબ સારા વ્યૂ મળી રહ્યાં છે. મહાલક્ષ્મીમાં સારી સુવિધા સાથેનાં પ્રોજેક્ટ છે.

મહાલક્ષ્મીમાં લગભગ 40 હજાર/SqFtની કિંમત છે. મહાલક્ષ્મીમાં મોટો ફ્લેટનાં પ્રોજેક્ટ વધુ છે. મનીરવાનો પ્રોજેક્ટ મહાલક્ષ્મીમાં છે. ઇસ્ટર્ન સાઇડની સિટી ડેવલપ થઇ રહી છે. ઇન્ફ્રાસ્ટ્રકચર ઘણુ ડેવલપ થઇ રહ્યાં છે. મોનોરેલ શરૂ થઇ રહી છે. પ્રોપર્ટીની કિંમતમાં વધારો થઇ રહ્યો છે.

હાલ અફોર્ડેબલ પ્રોજેક્ટનાં સેલ્સ વધ્યા છે. સનટેકનો મીરારોડ પર ટાઉનશીપનો પ્રોજેક્ટ છે. ₹20 થી 40 લાખની કિંમતમાં ફ્લેટ છે. દહીસરમાં મેન ઇન્ફ્રાનો અફોર્ડેબલ પ્રોજેક્ટ છે. ₹60 થી 80 કરોડની કિંમત છે. રેડી ટુ મુવ ફ્લેટ વધુ વેચાય રહ્યાં છે. રેડી ટુ મુવ ફ્લેટ પર જીએસટી નથી લાગતુ. પ્રોજેક્ટને ઓસી મળ્યા બાદ જીએસટી નથી લાગતુ.

સવાલ: સીપી ટેન્કમાં રહુ છુ, તેમનુ બિલ્ડીંગ રિડેવલપમેન્ટમાં જઇ રહ્યું છે, તો અહી જ ઘર લેવુ જોઇએ કે અન્ય જગ્યા પર નવુ ઘર લેવું જોઇએ?

જવાબ: તમે અંધેરી વિસ્તારમાં ઘર લઇ શકો. બાન્દ્રામાં પણ તેમને વિકલ્પો મળી શકે. સાઉથ મુંબઇમાં પ્રોપર્ટીની કિંમતો ઘણી વધારે છે.

સવાલ: હું એનઆરઆઈ છુ. ₹7 કરોડ સુધી મુંબઇમાં ઘર લેવા માંગુ છુ, આ બાબતે માર્ગદર્શન આપશો?

જવાબ: ₹7 કરોડમાં તમને ઘણા વિકલ્પો મળી શકશે. તમે સાઉથમુંબઇમાં ફ્લેટ લઇ શકો. વરલી,લોવર પરેલમાં તમને સારા વિકલ્પો મળશે. લોધાનો ધ પાર્ક તમારે માટે સારો વિકલ્પ બની શકે. પ્રભાદેવીમાં રૂસ્તમજી ક્રાઉન સારો વિકલ્પ બની શકે. બ્રાન્દ્રામાં સ્ટેન્ડ અલોન બિલ્ડિંગ મળી શકે. તમે BKC તરફ પણ ઘર લઇ શકો છો.

સવાલ: અંધેરીમાં 1BHK ફ્લેટ માટે કેટલુ બજેટ જરૂરી? ભાડે લેવુ હોયતો કેટલું ભાડુ હોઇ શકે

જવાબ: હાલમાં ઘર ખરીદવાનો સારો સમય છે. અંધેરીમાં ઓમકારનો અફોર્ડેબલ પ્રોજેક્ટ છે. અંધેરી ઇસ્ટમાં ₹1 કરોડમાં મળી શકે. અંધેરી વેસ્ટમાં ₹1 કરોડમાં કોમ્પેક ફ્લેટ મળી શકે.

બધા સમાચાર

+ વધુુ વાંચો