મોદી સરકારને આવતા પહેલા પ્રોપર્ટી માર્કેટ સામે ઘણા પડકાર હતા. મોદી સરકારે લીધો અફોર્ડેબલ હાઉસિંગને પ્રોત્સહાન આપવાનો નિર્ણય. નોટબંધી, GST અને RERA જેવા મોટા રિફોર્મ લવાયા. પ્રોપર્ટી માર્કેટમાં ઘણા સ્ટ્રકચરલ ઇસ્યુ રહેલા છે. પ્રોપર્ટીની કિંમતો વધવી સરળ છે, ઘટવી મુશ્કેલ છે. નોટબંધીથી પ્રોપર્ટીમાં કાળુનાણું ઘટ્યું.
કાળુનાણું ઘટતા જમીનની કિંમત સ્થીર થઇ. માર્કેટમાં અફોર્ડેબલ હાઉસિંગની માંગ વધી. હાલનું પ્રોપર્ટી માર્કેટ રોકાણકાર માટેનુ નથી. સરકારે એન્ડયુઝર માટેનું માર્કેટ બનાવવામાં મેળવી સફળતા. બે વર્ષ પહેલાનાં બજેટમાં અફોર્ડેબલ હાઉસિંગને અપાયુ પ્રોત્સાહન. રેન્ટલ સેટ ઓફ લાવવાથી રિયલ યુઝરને લાભ મળ્યો. સરકારે અફોર્ડેબલ હાઉસિંગ માટે અમુક સ્કીમ જાહેર કરી.