મેન્ડરસ પાર્ટનર્સના મેનેજિંગ પાર્ટનર નૌશાદ પંજવાણીનું કહેવુ છે કે વરસાદ સિઝનમાં જુની ઇમારતો પડી જતી હોય છે. જુના પથ્થરોની બિલ્ડિંગ 100 વર્ષની લાઇફ ઘરાવે છે. આરસીસી બિલ્ડિંગની 50 થી 70 વર્ષની લાઇફ. ઇંટનાં બાંધકામ 30 થી 35 વર્ષની લાઇફ ધરાવે છે. ડિઝાઇન ઉપર પણ બિલ્ડિંગની લાઇફ નિર્ભર થાય. બિલ્ડિંગને મેન્ટેન કરવી જરૂરી. સ્ટિલ અને સિમેન્ટ બાંધકામનાં મુખ્ય મટિરિયલ છે.
બિલ્ડિંગનું મેન્ટેન્સ થવુ ખૂબ જરૂરી છે. 30 વર્ષથી જુની બિલ્ડિંગનાં સ્ટ્રકચરલ ઓડિટ થવા જરૂરી છે. બિલ્ડિંગની સાફ સફાઇ ખૂબ જ જરૂરી છે. વાયરિંગ-પલ્બિંગ પાઇપ ખવાઇ ન જાય તેનુ ધ્યાન રાખવું. વુડન વર્ક હોયતો તેની ખાસ કાળજી રાખવી. બિલ્ડિંગને 5 વર્ષે એક વાર કલર કરવો જોઇએ. 10 વર્ષે પ્લાસ્ટર અને વુટરપ્રુફિંગ ચેક કરવા. ફ્લેટનો અંદરથી ગેરવપરાશ ન થવો જોઇએ.